
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું તેવું સામે આવ્યું છે. સાબરકાંઠા અને મહેસાણાને જોડાતા સાબરમતી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. હિંમતનગરના દેરોલ પાસેનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. ઠેર ઠેર બ્રિજ તૂટી ગયો છે તો મોટા ભાગે બ્રિજમાં સળિયા દેખાઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોડા મોડા જાગેલી સરકાર પોતાની પોલ છુપાવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, દેરોલ બ્રિજ ઉપર દેખાતા સરિયા ઢાંકવા માટે સિમેન્ટ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. બ્રિજ નવો દેખાય તે માટે સફેદ કલર લગાવવાની કામગીરી શરૂ કરાઇ છે. સફેદ કલર લગાવી માર્ગ અને મકાન વિભાગ પોલ છુપાવી રહ્યું છે. વાહનો પ્રસાર થતા જ બ્રિજ વાઇબ્રેટ કરી રહ્યો છે. વાઇબ્રેશનના કારણે ચાલકોમાં ભયનો મહાલો જોવા મળી રહ્યો છે.
60 વર્ષ જુના બીજને મૂળમાંથી રિપેર કરવાને સ્થાને માત્ર ઉપર ઉપરથી કલરકામ કરી નવો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જીવના જોખમે વાહન ચાલકો પ્રસાર થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સરકારી તંત્રની લાપરવાહીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે.