Home / Gujarat / Sabarkantha : Triple accident case on Khedbrahma-Ambaji highway

Sabarkantha news: ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં મૃતકઆંક 7 પર પહોંચ્યો

Sabarkantha news: ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં મૃતકઆંક 7 પર પહોંચ્યો

રાજ્યમાં વધતા જતાં અકસ્માતો વચ્ચે ગત રોજ ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ 7 લોકોના મોત નીપજ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 દુર્ઘટનામાં 4 લોકોનું ઘટના સ્થળે, જ્યારે 3નું સારવાર દરમિયાન મોત

 આ દુર્ઘટનામાં 4 લોકોનું ઘટના સ્થળે, જ્યારે 3નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.મોતની સવારી કરાવનાર ખાનગી જીપમાં સવાર પેસેન્જરો પૈકી સાતના મોત છ સારવાર હેઠળ છે.

6 લોકો હજુ સારવાર હેઠળ

બસ-જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ , સાયબાભાઈ બેગડીયા, અજયભાઈ ગમાર, અને મંજુલાબેન બેગડીયા (બાળકી) તરીકે કરવામાં આવી છે.  આ ગંભીર અકસ્માતમાં જીપ અને બાઈકનો ખુડદો બોલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે ગંભીર અકસ્માત મામલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. 

Related News

Icon