
ગુજરાતભરમાંથી દિન પ્રતિદિન આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં સાબરકાંઠામાંથી બે યુવતીઓ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની સાબર ડેરી નજીક બે યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અગમ્ય કારણોસર યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીઓએ જંતુનાશક દવા પી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
બંને યુવતીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સિવિલમાં બંને યુવતીઓની ઇમરજન્સી વૉર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે. માણસાના ઉમાદરા ગામની 18 વર્ષીય સરોજ ઠાકોર નામની યુવતી અને માણસાના લોદરા ગામની 16 વર્ષીય જ્યોત્સના દરબાર નામની યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હકો.