
સાબરકાંઠામાંથી એક ગંભીર ઘટના સામે આવી રહી છે જેમાં બે દિવસ પહેલા થયેલા હુમલાની ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 20 વર્ષીય પ્રેમ ભાટ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોતને ભેટનાર યુવક પર બે દિવસ પહેલા ભોલેશ્વર બ્રિજ પર ચાર લોકોએ હુમલો કર્યો હતો જેમાં માથામાં બેટ મારતા યુવાનનું માથું ફાટી ગયું હતું.
યુવક સાથે એક વર્ષ જૂની અદાવતમાં ચાર લોકોએ તેના પર ગંભીર હુમલો કર્યો હતો. જ્યાં હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસથી ચાલી રહેલી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાનનું મોત નિપજતા પરિવાર અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.