સુરતના કામરેજ વિસ્તારમાં આજે સવારે એક હચમચાવતી ઘટના સામે આવી છે. ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા છે. પોલીસે ઘટનાને હૃદયદ્રાવક ઘટનાની સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાંથી એક જ પરિવારના 3 લોકોના મોતથી આ ઘટનાને દુર્ઘટનાની સાથે સાથે સામૂહિક આપઘાતની દ્રષ્ટીએ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ગતરોજ સુરતથી પરિવાર નીકળ્યું હતું. શેરબજારમાં પૈસા ગુમાવ્યા બાદ આર્થિક સંકડામણ અનુભવતાં આપઘાત કરી લીધો હતો.
એક જ પરિવારના 3 મૃતદેહ મળ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી નદીમાંથી મળેલા મૃતદેહોમાં પિતા વિપુલ રવજીભાઈ પ્રજાપતિ (ઉ.વ. લગભગ ૩૮ વર્ષ), માતા સરિતાબેન વિપુલભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૩૫ વર્ષ) અને તેમનો પુત્ર વ્રજ પ્રજાપતિ (ઉ.વ. ૮ વર્ષ)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ત્રણેયે ગળતેશ્વર મંદિર પાસેના બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.મૃતક પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો વતની હતો પરંતુ હાલ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો હતો. આસપાસના લોકોને પરિવારની આ દુઃખદ ઘટના જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. પાડોશીઓ જણાવે છે કે પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો.
આર્થિક સંકડામણ બની કારણ?
ઘરના મોભી મૃતક વિપુલ ભાઈ પ્રજાપતિ જે હીરા કારખાનામાં હીરા ઘસી તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેમજ વિપુલ ભાઈએ લોન લઈને શેર બજારમાં રોકાણ કર્યું હતું.ત્યારે ધંધામાં આવેલ મંદી અને શેર બજારમાં ગયેલ ખોટ સહન ન કરી શક્યા હતા અને સામૂહિક આપઘાતનું નક્કી કરી કામરેજ ના ગળતેશ્વર મંદિર ખાતે જઈને તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો.એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.