
સુરત એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરોને 1 જુલાઈથી મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIX) એ સુરતથી ચાલતી ઘણી મોટી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જે 1 જુલાઈથી બંધ કરવામાં આવશે. જોકે, આ ફ્લાઇટ્સ અચાનક રદ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? આ અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી અને 1 જુલાઈથી આ ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.
ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય
એર ઇન્ડિયા એક્સપ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ રોટેશનને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એઆઇ એક્સપ્રેસના આ નિર્ણય બાદ હવે સુરતથી ફક્ત 11 સ્થાનિક આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ બાકી રહેશે. હાલમાં અહીંથી રોજ 15 ફ્લાઇટ્સ સંચાલિત થઈ રહી છે. આ નિર્ણય મુસાફરોની સુવિધા અને એરલાઇન કામગીરીની વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર લેવાયો છે, પરંતુ મુસાફરોએ જુલાઈ પહેલાં તેમના સમયપત્રકની તપાસ કરવી પડશે.
આ ફ્લાઇટ્સ 1 જુલાઈથી રદ
સુરત-ચેન્નઈ: રાત્રે 9:15 વાગ્યે
સુરત-હૈદરાબાદ: રાત્રે 10:30 વાગ્યે
સુરત-ગોવા: સવારે 7:50 વાગ્યે
કારણ: એરક્રાફ્ટ રોટેશન મુખ્ય કારણ છે. જેનો અર્થ એ છે કે એક જ એરક્રાફ્ટને અલગ-અલગ રૂટ પર ચલાવવું, જેથી ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી શકાય. જ્યારે કોઈ સેક્ટરની માંગ ઓછી હોય કે ટેકનિકલ/એરપોર્ટ સંબંધિત સમસ્યા હોય ત્યારે એરલાઇન્સ રૂટ બદલે છે. જેથી ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી રહી છે. જો કે, એરલાઇને સ્પષ્ટતા કરી નથી.
આ ફ્લાઇટ કરાશે રિશિડ્યુલ
સુરત-બેંગલુરુ: 1લીથી દરરોજ કાર્યરત થશે.
સુરત-દિલ્હી: રાત્રે 11:25 વાગ્યે, ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે.
સુરત-દિલ્હી: સવારે 6:10 વાગ્યે અને બપોરે 2:10 વાગ્યે, 2 જુલાઈથી બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે કાર્યરત થશે.
સુરત-દિલ્હી: બપોરે 1 વાગ્યે, 1 જુલાઈથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે.
કારણ: દિલ્હી એરપોર્ટ પર રનવે બંધ છે, જેના કારણે ઘણી ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.