Home / Gujarat / Surat : 6 buildings obstructing the international airport remain as is

Surat News: ઈન્ટરનેશનલ એરપોર્ટને નડતર રૂપ 6 બિલ્ડિંગો યથાતથ, ડિમોલેશન માટે પત્ર લખવા છતાં પગલા નહી

Surat News: ઈન્ટરનેશનલ એરપોર્ટને નડતર રૂપ 6 બિલ્ડિંગો યથાતથ, ડિમોલેશન માટે પત્ર લખવા છતાં પગલા નહી

અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને નડતર રૂપ 6 બિલ્ડિંગોનું ડિમોલિશન કરવા માટે કલેક્ટર દ્વારા સુરત મહાનગર પાલિકાને પત્ર લખવામાં આવ્યો હતો. છતાં સ્થિતિ જેમની તેમ છે. એરપોર્ટ તંત્ર દ્વારા કલેક્ટર તંત્ર દ્વારા અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેસદુર્ઘટનાથી સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દોઢ મહિને પણ કાર્યવાહી નહી

સરકાર દ્વારા સુરત એરપોર્ટને વિના મૂલ્યે જમીન આપવાનું કહેવાય રહ્યુ છે. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી જમીન માંગણી પડતી મુકી રહી છે. જમીનના વિવાદ વચ્ચે સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો પ્રશ્ન સામે આવ્યો છે. સુરત એરપોર્ટ દ્વારા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો દૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ પત્રના રેફરન્સમાં કલેકટર ડો.સૌરભ પારઘીએ પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલને કાગળ મોકલી ગેરકાયદે બાંધકામો દૂર કરવા સૂચના આપી હતી. કલેક્ટર દ્વારા પાલિકાને મોકલાયેલા પત્રને અંદાજીત દોઢ મહિનો થવા છતાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ નથી.

રનવે નાનો કરાયો

ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં જોખમી બનતી હાઇરાઇઝ બિલ્ડિંગને કારણે રનવેને નાનો કરાયો છે.AAI એ વેસુ તરફના 615 મીટરના રનવેને બ્લોક કર્યો છે. હાલમાં એરપોર્ટનો રનવે 2905 મીટરનો છે અને તેમાં 615 મીટર બ્લોક કરતાં 2290 મીટરનો જ રનવે ઓપરેશન માટે મળી રહ્યો છે.

Related News

Icon