સુરતની વરાછા પોલીસે માલધારીના વેશમાં રાજસ્થામાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વરાછા પોલીસ દ્વારા તા.17/6/2025ના એક આગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી હીરા તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી હતી. ત્યારબાદ આરોપીઓ વતન રાજસ્થાન નાસી ગયા હતાં. આરોપીઓને દબોચી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાન ખાતે તપાસ અર્થે નીકળી હતી. 17 દિવસ સુધી રાજસ્થાનમાં રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી. ત્યારબાદ ટેક્નિકલ તેમને હ્યુમન ઇન્ટેલીજેન્સીની મદદ તેમજ વેશ પલટો કર્યો હતો. ત્યારબાદ આરોપી બલવંત ઉર્ફે બલ્લુ જેઓને જાલોર ખાતેથી તેમજ ભવાનીસિંહ ઉર્ફે ભમાશા જેઓની જોધપુર ખાતેથી દબોચી લીધા હતા. બન્ને અરોપીઓ રાજસ્થાનમા પણ ઘણા ગુના કરી ચુક્યા હોઈ રાજસ્થાનના પણ ચોરી લૂંટના ગુનામા નાસતા ફરતા હોવા છતાં તેને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આશરે 15 લાખના હીરા તેમજ સોનાના દાગીનાનો ચોરી મા ગયેલ મુદામાલ કબજે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

