
Surat News: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેને પગલે સુરત જિલ્લાના સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે. ઓલપાડની ધી સોસક ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લી. વહીવટદારના હવાલે સોંપવામાં આવી છે. 58 લાખના ઉચાપત કેસમાં પ્રમુખ સહિત તમામ ડિરેક્ટરને બરખાસ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મંડળીમાંથી આપવામાં આવતું ખાતર બરોબર વેચી કૌભાંડ આચર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ આ મંડળીમાં પ્રમુખ તરીકે હતા. આવતીકાલે યોજાનારી સાધારણ સભા પણ મોકૂફ રાખવામાં આવી છે. મંડળીના વહીવટદાર તરીકે N.D બારજીયાની નિયુક્તિ કરવામાં આવી છે.