
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ હીરા વ્યાપારમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાટ કર્યો હોવાનું સામે આવ્યું છે. એવામાં ફરીથી સુરતમાંથી એક રત્ન કલાકારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
હીરાની મંદી સામે વધુ એક રત્ન કલાકાર હારી ગયો છે. કામરેજના શેખપુર ગામના યુવકે હીરામાં આવેલ મંદીથી આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ ફાફા પડી રહ્યા હતા. આખરે તેમણે હાર માની પંખા સાથે હુંક બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરનાર રત્ન કલાકારનું નામ મનસુખ સૌદરવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી જેને પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હીરામાં મંદી આવતા અનેક રત્ન કલાકારો રઝડી પડ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે.