Home / Gujarat / Surat : Arrival of traditional heritage brand

Surat News: પરંપરાગત હેરિટેજ બ્રાન્ડનું આગમન, લોકોને મળશે પ્રાકૃતિક સ્વાદ

Surat News: પરંપરાગત હેરિટેજ બ્રાન્ડનું આગમન, લોકોને મળશે પ્રાકૃતિક સ્વાદ

ભારતના ઝડપથી વિકસતા ગ્રામીણ ફૂડ બ્રાન્ડ્સમાંની એક એવી  ‘સિધી મારવાડી’ જે પરંપરાગત પદ્ધતિથી બનેલી વસ્તુઓ અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત છે તેણે ગુજરાતમાં તેના બીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે. સુરતના પરવત પાટિયા વિસ્તારમાં આવેલો આ સ્ટોર કંપનીનો ભારતમાં આવેલો 11મો સ્ટોર છે. હવે તેમનું લક્ષ્ય 2025–26ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં 100થી વધુ સ્ટોર શરૂ કરવાનો છે.500 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો આ સ્ટોર, અભિલાષા હાઇટ્સ, આઈ માતા ચોક ખાતે આવેલો છે.  જેનું સંચાલન એક સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિક શ્રીમતી જયશ્રી શિલેશભાઈ ચૌહાણ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સ્ટોર ફ્રેન્ચાઇઝી મોડલ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ખાસ કરીને મહિલાઓમાં પાયાથી ઉદ્યોગસાહસિકતા વધારવાનો છે. આ મોડલ સિધી મારવાડીના મિશનનું કેન્દ્ર સ્થાન છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક નેતાઓને સશક્ત બનાવી અને ભારતના ખાદ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવતાં શ્રેષ્ઠ ગ્રામિણ ઉદ્યોગસાહસિકોને માન આપવાનો છે .કૌશલ્યા ચૌધરી દ્વારા સ્થાપિત, 'સિધી મારવાડી' આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસ પામતી એક લોકપ્રિય બ્રાન્ડ છે. ગ્રામિણ મહિલા ઉદ્યોગસાહસિક તરીકે ઉભરતા કૌશલ્યાબેને આ યાત્રાની શરૂઆત એક નાનકડાં ગામના રસોડામાંથી થોડીક રેસીપી અને એક મજબૂત વિશ્વાસ સાથે કરી હતી કે શુદ્ધ  ખોરાક દરેક લોકો સુધી પહોંચવો જોઈએ. સિધી મારવાડી તેના કોલ્ડ-પ્રેસ્ડ તેલ, સૂકા શાકભાજી અને પરંપરાગત મસાલાઓ માટે ઓળખાય છે. જે કોઈપણ ભેળસેળ વિના અને પારંપરીક પદ્ધતિઓથી બનાવવામાં આવે છે.

કૌશલ્યા ચૌધરી જણાવે છે કે, ‘આ યાત્રાની શરૂઆત એક ગામના રસોડાથી થોડીક રેસીપી અને એ વિશ્વાસ સાથે થઈ હતી કે શુદ્ધ અને સારો ખોરાક દરેકને મળવો જોઈએ. પણ માત્ર તેટલું જ પુરતું નથી. એવું પ્લેટફોર્મ પણ બનવું જોઈએ જ્યાં મહિલાઓ ખાસ કરીને જેની પાસે કોઈ અનુભવ ન હોય તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. સુરતમાં સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિક સાથે સ્ટોર ખોલવો એ માત્ર બ્રાન્ડની વૃદ્ધિ જ નથી. પરંતુ અમારા વિકાસના મોડલનું મૂળ પણ છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો સુધી પહોંચવામાં તે અમને સહભાગી થાય અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે.’

Related News

Icon