
સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે નાની ઉંમરના વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં જન્મદિવસના દિવસે એક દુઃખદ ઘટના બની હતી. ધોરણ 9માં અભ્યાસ કરતો 16 વર્ષીય આસુતોષ નામનો વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
પિતા કેક લઈને આવ્યા હતા
મૃતકના પિતા પુત્રનો જન્મદિન મનાવવા માટે દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા. જોકે, ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો. આ દ્રશ્ય જોઈ પિતા હેરાન થઈ ગયા અને બૂમાબૂમ કરતાં સ્થાનિકો પણ દોડી આવ્યા. બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના આપઘાતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.