સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકોએ તકલીફ ભોગવી રહી છે, ત્યાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખુલ્લી રીતે ટક્કર જોવા મળી રહી છે. ખાડીપૂર વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચી આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર સાથે ભાજપના કાર્યકર્તાએ ઉગ્ર ભાષામાં બાખડી કરી, અને ગાળાગાળી સુધીના અભદ્ર વર્તન પર આવી ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શું હતી ઘટના
ખાડીપૂરમાં પૂર તથા નિકાલીની સમસ્યા સામે લોકો ધર્મસંકટમાં હતા ત્યારે આપના કોર્પોરેટર સમસ્યા જોવા અને તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી. તેવા સમયે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ શરૂ થયો. ભાજપના કાર્યકર્તાએ ભાન ભૂલીને મહિલા કોર્પોરેટર સાથે ગાળો પણ બોલી, જેને લઈ આસપાસના લોકોમાં ગુસ્સો જોવા મળ્યો.સ્થિતિ એટલી ઉગ્ર બની કે લોકોને વચ્ચે પડવું પડ્યું.
લોકોમાં નારાજગી
ઘટનાનો વીડિયો વાયરલ થતાં શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે: "અમે પૂરમાં ડૂબી રહ્યાં છીએ, ઘરજવખરી બચાવવી છે, બાળકોથી લઈને વૃદ્ધોને ખસેડવા છે. ત્યાં રાજકારણીઓ અમારી સ્થિતિનો લાભ લઈ નેમ આપે છે." હાલ આમ આદમી પાર્ટી તરફથી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવાની શક્યતા છે, અને ભાજપ તરફથી પણ સ્થાનિક સ્તરે ફરિયાદ કરી દેવાઈ છે કે એ વ્યક્તિનું વર્તન પાટીનું નથી