Home / Gujarat / Surat : cochlear implant in Smimer free of cost instead of 10 lakhs

VIDEO: Suratમાં માસૂમ બાળકને સાંભળતું કરાયું, 10 લાખના બદલે સ્મીમેરમાં કોકલીઅર ઈમ્પ્લાન્ટ કરાયું વિનામૂલ્યે

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ૩ વર્ષીય બાળકને કોકલીઅર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું ઓપરેશન સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્રથમવાર કરવામાં આવ્યું છે. ૩ વર્ષીય બાળક જન્મથી મુકબધીર હતો અને સ્મીમેર હોસ્પિટલમાં વિના મુલ્યે કોકલીઅર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં જ્યાં કોકલીયર ઇમ પ્લાન્ટના ખર્ચ 8 થી 10 લાખનો થાય છે તે અહીં સ્મીમેર હોસ્પિટલ માં વિના મૂલ્ય આ સફળ સર્જરી કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 શ્રવણ યંત્રને ઓપરેશન કરીને ફીટ કરાયું

સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા ૩ વર્ષીય આદિલ આફિઝુલ્લા અંસારી નામના બાળકને કાનની સાંભળવાની તકલીફ જણાતા તેના માતા-પિતા દ્વારા સ્મીમેર હોસ્પીટલ ખાતે ઈએનટી વિભાગમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા બાળકની યોગ્ય તપાસ તથા રીપોર્ટ કરાવતા બાળક જન્મજાત મુકબધીર હોવાનું માલુમ પડ્યું હતું જેની સારવારના ભાગરૂપે આરબીએસકે સ્કીમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિના મુલ્યે મળતા કોકલીઅર ઇમ્પ્લાન્ટ નામના શ્રવણ યંત્રને ઓપરેશન કરીને કાનની હાડકીમાં ફીટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું 

વિનામુલ્યે ઓપરેશન

આ જટિલ માઈક્રોસ્ક્રોપિક ઓપરેશન સ્મીમિર હોસ્પિટલના ઈએનટી વિભાગ ખાતે તા, ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ડો. અજય પંચાલ, ડો, રાકેશ કુમાર, ડો. પાર્થ દ્વારા તથા સમગ્ર ઈએનટી રેસીડેન્ટ ટીમના સહયોગથી અને વડોદરા મેડીકલ કોલેજના ઈએનટી પ્રોફેસર તથા ડીન ડો. રંજન ઐય્યર, ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આ પ્રકારનું ઓપરેશન સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્રથમવાર કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં એનેથેસીયા વિભાગના વડા ડો, માલતી પંડયા, ડો.એસ કે પટેલ, ડો. નિયા પટેલ તથા સમગ્ર ટીમ અને પીડીયાટ્રીક વિભાગના સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.  સ્મીમેર કોલેજના ડીન ડો, હોવાલે થા તબીબી અધીકક્ષ ડો. દર્શનના સક્રિય પ્રયત્નથી આ ઓપરેશન સ્મીમેર હોસ્પિટલ ખાતે વિના મુલ્યે થઇ શકે એની મંજુરી ગુજરાત સરકાર તરફથી મળી હતી.


Icon