
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા યુવાને પોતાની વ્યક્તિગત સમસ્યાઓ અને પરિવારમાં ચાલી રહેલા વિવાદોના પગલે જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની ઓળખ ડેનિશ પરોણાવાલા તરીકે થઈ છે. તેણે પોતાના રહેવાના સ્થળે ઝાલરના ખાતામાં પાર્સલ પેક કરવાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી હાલ સમગ્ર આપઘાત મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ લાખનું દેવું હતુ
પ્રાપ્ત માહિતી અનુસાર, ડેનિશ અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનમેળ ન હતો. સતત ઘર્ષણ અને રોજબરોજના ઝઘડાઓને કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. પરિવારમાં વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી ડેનિશને ઘરની બહાર રહેવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ, ડેનિશ પર અંદાજે પાંચ લાખ રૂપિયાનું નાણાકીય બોજ હતું. આર્થિક દબાણ ઉપરાંત, તેઓ મદ્યપાન સહિતના નશામાં આવડત ધરાવતા હતા, જેને કારણે તેમની જીવનશૈલી વધુ અવ્યસ્થિત બની ગઈ હતી. આ તમામ પરિસ્થિતિઓના કારણે તેઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર બન્યા હતા.
પત્ની સાથે તણાવ રહેતો
ડેનિશે કોઈ સુસાઇડ નોટ ન છોડી હોવા છતાં, તેમના જીવનમાં ચાલી રહેલા સંજોગો પરથી આને આપઘાતનો કેસ માનવામાં આવી રહ્યો છે. પરિવારજનો અને નજીકના મિત્રોની માનીયત પ્રમાણે, પત્ની સાથેના તણાવ અને નકારાત્મક મનોભાવે તેમને આ પગલું ભરવામાં ધકેલ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છે.