Home / Gujarat / Surat : girl who came from Madhya Pradesh to do modeling committed suicide

Surat News: મધ્યપ્રદેશથી મોડેલિંગ કરવા આવેલી યુવતીનો આપઘાત, બેડરૂમમાં જ ખાધો ફાંસો

Surat News: મધ્યપ્રદેશથી મોડેલિંગ કરવા આવેલી યુવતીનો આપઘાત, બેડરૂમમાં જ ખાધો ફાંસો

આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

થોડા દિવસ અગાઉ વતનથી આવી હતી

મધ્યપ્રદેશની વતની અને સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસીડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી.

બેડરૂમમાં ફાંસો ખાધો

સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. સારોલી પોલીસે આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Related News

Icon