Home / Gujarat / Surat : Gold and silver can be obtained through ATM

Surat News: 24 કલાક ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, અત્યાધુનિક સુવિધા ક્લેક્ટરના હસ્તે મૂકાઈ ખુલ્લી

Surat News: 24 કલાક ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, અત્યાધુનિક સુવિધા ક્લેક્ટરના હસ્તે મૂકાઈ ખુલ્લી

અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM કલેક્ટરની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાજેક્શન થી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ  ખરીદી શકશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

24 કલાક સુવિધા ચાલુ રહેશે

દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેંટ તરીકે આપતા હોય છે. પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી શકાતું હતું. આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ 24 કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં  ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે. હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના હસ્તે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. 

 આ રીતે ગોલ્ડ એટીએમ મશીન કરશે કામ 

દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ ગોલ્ડ એટીએમ મશીન અન્ય એટીએમ મશીનની જેમ જ બનાવવામાં આવ્યું છે. પણ કેશ ટ્રાન્જેક્શન થકી વ્યવહાર થશે નહીં. યુપીઆઈ અને કાર્ડ થકી એટીએમ મશીન માંથી કોઈ પણ વ્યક્તિ 24 કલાક સોના કે ચાંદીના સિક્કા ખરીદી શકશે. જેમાં અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ અને તેથી વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે. 

TOPICS: surat gold collector
Related News

Icon