Home / Gujarat / Surat : Guinness Book of World Record created in biomagnetic field

સુરતમાં બાયોમેગ્નેટિક ક્ષેત્રે ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 6 કલાકમાં 28.10 ફૂટની ઊંચાઈ બનાવાઈ 

સુરતમાં બાયોમેગ્નેટિક ક્ષેત્રે ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 6 કલાકમાં 28.10 ફૂટની ઊંચાઈ બનાવાઈ 

સુરતમાં બાયોમેગ્નેટિક ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો હતો. 14 ફેબ્રુઆરી, 2025,ના રોજ ઈ-બાયોટોરીયમએ ઇતિહાસ રચ્યો હતો. 28 ફૂટ 10 ઇંચ (8.80 મીટર) ઊંચા મેટ્રેસની સૌથી વધુ ઊંચાઇ બનાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. તેના માટે 3 ઔદ્યોગિક ક્રેન, 40 સભ્યોની ઓપરેશન ટીમ અને ઊંચા સ્તરની સંકલન ક્ષમતાની જરૂર પડી હતી. આ ગોઠવણ 6 કલાક સુધી સ્થિર રહી શકે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને અધિકૃત અધિકારીઓ અને ત્રણ દેશોના સ્વતંત્ર ન્યાયાધીશોએ તમામ માપદંડોની ચકાસણી કર્યા પછી આ રેકોર્ડને માન્યતા આપી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નવીનતાની નવી ઉંચાઈ

આ મેટ્રેસ માત્ર દેખાવ માટે નહોતા. દરેક મેટ્રેસ ઈ-બાયોટોરીયમ બાયોમેગ્નેટિક મેટ્રેસ હતા. જેમાં  બાયો મેગ્નેટિક મેટ્રેસ હતા અને જે શરીરની વિવિધ બીમારીઓના ઉપચાર માટે બનાવવામાં આવ્યા હતા. માત્ર ઊંચાઇ સુધી મર્યાદિત ન રહી, આ રેકોર્ડ કંપનીની ગુણવત્તા, નવીનતા અને અશક્યને શક્ય બનાવવાના સંકલ્પનું પ્રતિક બની ગયું છે.આ રેકોર્ડ-બ્રેકિંગ સિદ્ધિ માત્ર એન્જિનિયરિંગનો ચમત્કાર નહોતો. તે એક સંદેશો હતો. તે એક પછી નવીનતાની નવી ઊંચાઈઓ સર કરતી વખતે એનેક સિદ્ધિઓ ગોઠવી રહ્યું છે.

અમેરિકાનો રેકોર્ડ તોડ્યો

આ મહત્વની સિદ્ધિના પાયામાં સાગર જોશી છે, જે 18 વર્ષના અનુભવ સાથે સોફ્ટવેર ડેવલપર છે. તેમણે ભારતમાં ડાયરેક્ટ સેલિંગના અપાયેલ સંભાવનાઓને ઓળખી, ટેક્નોલોજી સાથે વિવિધ વિકલ્પો સાથે  આરોગ્યને જોડવાની તક જોઈ હતા.. 2020માં COVID-19 મહામારીએ અર્થતંત્રમાં તોફાન મચાવ્યું ત્યારે, તેમણે ડાયરેક્ટ-સેલિંગ મોડેલને ડિજિટલાઈઝ કર્યું છે. અગાઉનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમેરિકા દેશનો  ૭.૪૧૬ મીટરનો  (૨૪.૪”) હતો, જે હવે વર્તમાન માં 14 ફેબ્રુઆરી, 2025,ના રોજ ઈ-બાયોટોરીયમના સ્થાપક સાગર રમાકાંત જોશી એ ઇતિહાસ રચ્યો, જ્યારે તેણે 28 ફૂટ 10 ઇંચ (8.80 મીટર) ઊંચા મેટ્રેસની સૌથી વધુ ઉચાઇ બનાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો.

 

Related News

Icon