Home / Gujarat / Surat : hoarding war broke out in the BJP

સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા ભાજપમાં હોર્ડિંગ્સ વોર, યુવા મોરચાના પૂર્વ હોદ્દેદારોના હોર્ડિંગ્સ ઉતારી કોર્પોરેટરના લગાવાયા

સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા ભાજપમાં હોર્ડિંગ્સ વોર, યુવા મોરચાના પૂર્વ હોદ્દેદારોના હોર્ડિંગ્સ ઉતારી કોર્પોરેટરના લગાવાયા

સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ભાજપના નેતાઓમાં હોર્ડિગ્સ વોર શરુ થઈ ગયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપના નેતાઓ પોતાની લીટી મોટી કરવાના બદલે બીજાની લીટી નાની કરવામાં મંડી પડ્યા છે. લિંબાયતના નીલગીરી વિસ્તારમાં પાલિકાની મંજુરી વિના સંખ્યા બંધ હોર્ડિગ્સ ઉભા કરી દેવાયા છે. જોકે તેમાં પણ સારી જગ્યાએ હોર્ડિગ્સ લગાવવા માટે ભાજપના નેતાઓ મરણીયા બન્યા છે. તેના કારણે લિંબાયત વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદારોના હોર્ડીંગ્સ ઉતારી કોર્પોરેટરના હોર્ડિંગ્સ લગાવી દેવાયા તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.     

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવ્યા

આવતીકાલ શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં આવી રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે સત્તાવાર રીતે 31.50 કરોડના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે. તેની સાથે ભાજપના નેતાઓ પણ પ્રજામાં વટ પાડવા માટે અનેક જગ્યાએ વડાપ્રધાનના આવકાર માટે શહેરમાં પાલિકાની મંજુરી વિના ઠેર-ઠેર હોર્ડિંગ્સ લાગ્યા છે. 

વટ પાડવા પ્રયાસ

જોકે, ભાજપના નેતાઓએ લગાવેલા હોર્ડિગ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળશે નહીં તે નક્કી છે પરંતુ લોકોમાં વટ પાડવા માટે ભાજપના નેતાઓમાં હોડ લાગી છે. તેમાં પણ લિંબાયતમાં તો ભાજપના નેતાઓ લોકોમાં વટ પાડવા માટે મરણીયા બન્યા છે. હાલમાં લિંબાયતમાં નીલગીરી વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી સુનિલ પાટીલના બેનરો લાગ્યા હતા. પરંતુ આજે અચાનક આ બેનરો હટાવી તેની જગ્યાએ કોર્પોરેટર વિક્રમ પાટીલના બેનરો લાગી ગયાં છે. એક નેતાના બેનર ઉતારીને બીજા નેતાના લાગેલા બેનર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો આને ભાજપના નેતાઓનું હોર્ડિગ્સ વોર કહી રહ્યા છે.

Related News

Icon