Home / Gujarat / Surat : Holi celebrated with shame and embarrassment

VIDEO: સુરતમાં લાજ શરમ નેવે મૂકી હોળીની ઉજવણી, શિવશક્તિ માર્કેટના વેપારીઓનું દુઃખ ઠુમકામાં વિસરાયું

સુરતની શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાથી કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે. વેપારીઓના દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી. જોકે, સંવેદના મરી જ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફાગોત્સવના નામે અશ્લીલતા

ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એકથી વધુ વીડિયો વાયરલ થતા કાપડબજારના વેપારીઓ ભારે વ્યથિત થયા છે. સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠાલવતી કોમેન્ટ્સ જોવા મળી છે. વીડિયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એકમાં ફાગ ગીત પર ડાન્સ કરતી મહિલા બીભત્સ ઇશારા કરતી દેખાય છે. એક વ્યક્તિ સાથે ડાન્સ કરતાં-કરતાં આ મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે. ફરી અશ્લીલ ઈશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે. ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે. આ વીડિયો ટેક્સટાઈલ વર્તુળોની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજ રીતે રીતે રવિવારે સુરતમાં એક સંસ્થાનો ફાગોત્સવનો વીડિયો પણ ભારે વાયરલ થયો હતો. જેમાં એક વયસ્ક વ્યક્તિ મહિલા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા. જ્યારે પાછળના ભાગે બીજી કેટલીક મહિલાઓ શ્રૃંગાર કરતા દેખાઈ હતી. આજે રજાના દિવસે પણ વાયરલ વીડિયોને લઈ કાપડ વેપારીઓ એકબીજાને કોલ કરવા માંડયા હતા.

ઠુમકામાં શરમ વિસરાઈ

આ વીડિયો જોયા બાદ મોટાભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે. સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે, ત્યારે આ રીતે ફાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી એવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજકો સામે ફીટકારનો વરસાદ થઇ રહ્યો છે. વેપારી વર્તુળોના દાવા અનુસાર, સુરતમાં નાચ-ગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી છથી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયો બાબતે પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon