સુરતમાં વધુ એક આડા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં આ વખતે પત્નીના કારણે રત્નકલાકાર પતિએ આપઘાત કરી લીધો છે. પત્નીને દુધવાળા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકામાં પતિએ 9માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. કતારગામના રત્નકલાકારે સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે તેમની પત્નીને તેમના ઘરે દૂધ આપવા આવતા પ્રેમ સંબંધ હોવાનો અને દૂધવાળો તેમની પત્નીને ભગાડી જવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
નવમાં માળેથી કુદી આપઘાત કર્યો
ભાવનગરના વતની અને કતારગામ સુમન સહયોગ આવાસમાં રહેતા 36 વર્ષીય અરવિંદભાઈ ભીખાભાઈ ઉનાગર હીરાના કારખાનામાં કામ કરી બે સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અરવિંદભાઈએ મંગળવારે બપોરે ઘરના નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
સુસાઈડ નોટમાં દૂધવાળાનો ઉલ્લેખ
અરવિંદભાઈએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે ‘અમારા ઘરે ઘણા સમયથી પ્રકાશ રબારી નામનો યુવક દૂધ આપવા માટે આવતો હતો. જોકે છેલ્લા ત્રણ મહિનાથી તે અમારા ઘરે દૂધ આપવા નથી આવતો. મારી પત્નીનો પ્રકાશ રબારી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. અને અવારનવાર પ્રકાશ રબારી મને મારી પત્નીને ભગાડી લઈ જવાની ધમકી આપતો હતો.