સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટમાં આજે અચાનક ગેલેરીનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇમારતની ગેલેરીનો એક ભાગ અચાનક જમીન પર ધરાશાયી થઈ ગયો. સદનસીબે ઘટનાસમયે કોઈ વ્યક્તિ ગેલેરીમાં નહોતી, જેના કારણે જાનહાની ટળી. ધરાશાયી ભાગની આજુબાજુ બેરીકેડ મુકીને રોડ બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા લોકોને બિલ્ડિંગથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.