સુરતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.