
Surat News: ગુજરાતમાંથી સતત ઠેક ઠેકાણેથી જાતભાતની રીત અપનાવતા ઠગીઓ ઝડપાય છે. એવામાં સુરતમાંથી વધુ એક ભેજાબાજ ઠગી ઝડપાયો છે. સુરત શહેરના ચોક બજારમાં ATM બહાર ઉભા રહી લોકો સાથે ઠગાઈ કરતો ઠગ બાજ ઝડપાયો છે.
મળતી માહિતી પ્રમાણે, દેવ પટેલ નામક શખ્સ ATM કાર્ડની લિમિટ પુરી થઇ ગઈ છે તેથી રોકડના બદલામાં ગુગલ પેથી રૂપિયા ટ્રાન્સફર કરું તેમ કહીને ઠગાઈ આચરતો હતો. રૂપિયા લઇ લેતો અને પછી સર્વર ડાઉન છે તેવું કહીને ફરાર થઇ જતો હતો. ભોગ બનનાર લોકોએ ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ફરિયાદના આધારે પોલીસે દેવ પટેલની ધરપકડ કરી છે. દેવ પટેલ સામે અગાઉ અનેક ગુના દાખલ થયેલ હોવાની માહિતી મળી રહી છે.