
સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. શહેરના આ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક સીવરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું હોવાની માહિતી છે. હજુ સુધી તેની શોધખોળ ચાલી રહી છે. બાળકની ઓળખ કેદાર તરીકે થઇ છે. ત્યારે કલાકો વિતવા છતાં હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં પાલિકાના પાપે થયો અકસ્માત, બેરિકેટ વગર ખોદેલા ખાડામાં ખાબકી રિક્ષા
બાળક આગળ પહોંચી ગયું
સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે પાણીના તેજ વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મેનહોલનું ઢાંકણું તૂટી ગયું હતું
આ મામલે બાળકની માતાએ કહ્યું કે અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઇ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું. ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે મેનહોલનું ઢાકણ ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું. તેમાં હાલમાં એક 2 વર્ષનું બાળક પડી ગયું છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છે. રેસ્ક્યૂ માટે 60-70 કર્મચારીને તહેનાત કરાયા છે. હાલ કોઈ જાણકારી સામે આવી નથી.
https://twitter.com/AHindinews/status/1887274775518847387
બાળક ઊંધા માથે પડ્યું
સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.
પંપિગ સ્ટેશન પર ટીમ તૈનાત
સ્ટ્રોમ ડ્રેનેજમાં બાળક ન મળતા હવે ડ્રેનેજ લાઈનમાંથી બાળક સ્ટેશન તરફ જઈ શકે છે, તેની શક્યતાને ધ્યાને લેતા ફાયર વિભાગની ટીમને વરિયાઓ પંપિંગ સ્ટેશન ખાતે તહેનાત કરી દેવામાં આવી છે. પાણીના પ્રવાહ ઉપર ફાયર વિભાગના કર્મચારીઓ નજર રાખી રહ્યા છે.