
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સતત વિવાદોમાં રહે છે. ત્યારે સુરતમાં ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં ઘનશ્યામ પ્રકાશદાસજીની કથા યોજાનારા છે. ત્યારે આ કથાના લાગેલા પોસ્ટર પર લંપટ બાવો કાળા અક્ષરથી લખીને તેના પર પાટા મારવામાં આવ્યાં હતાં. સ્વામીના સજાતીય સંબંધોના આક્ષેપો થયા બાદ વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે.
સજાતીય સંબંધોના આક્ષેપ
સુરતમાં કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં આગામી બીજી એપ્રિલથી તેમની કથા યોજાવાની છે. કથાને લઈને શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે. ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે સજાતીય સંબંધોના અનેક આક્ષેપો થયેલા છે. કંડારી ગુરુકુળના આ સ્વામી અસંખ્ય વખત વિવાદમાં પણ આવી ચૂક્યા છે.
બેનર પર લખાયા લખાણ
સુરતમાં આગામી બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ સુધી તેમની શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ યોજાવાની છે. આ કથાનું શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સત્સંગ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની કથાના બેનર ઉપર લંપટ બાવો એવા લખાણ પણ લખાયા છે. એ વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.