Home / Gujarat / Surat : Rain with strong winds in many areas of South Gujarat-Saurashtra

VIDEO: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

રાજ્યમાં વાતાવરણમાં ભારે ગરમી વચ્ચે અચાનક પલટો આવતા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠાને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નવસારી-સુરતમાં ભારે વરસાદ

વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા

નવસારીમાં ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયું

નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ જનજીવન પ્રભાવિત થયું હતું. પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયું હતું. 110 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાનની ભીતિ

વ્યારા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા બાદ કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા નજીક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ પડતા કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

નવસારી શહેરમાં પણ મંકોડિયા ઇટાડવા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થઇ શકે છે.

અમરેલી-ગીર સોમનાથમાં પણ વરસાદ

અમરેલીમાં વરસાદને લઇને સોસાયટીમાં પાણી ભરાયા હતા. અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામમાં ભારે પવનથી નુકસાન થયું હતું. લોકોના ઘરોને નુકસાન થયું હતું.અનેક છાપરા તૂટી પડ્યા હતા અને જીઇબીના થાંભલા પડતા ઘર વખરીને પણ નુકસાન થયું હતું.

સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો

સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બારડોલી અને તાલુકામાં વહેલી સવારથી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનના પગલે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુમંદિર નજીક મહાકાય વૃક્ષ ધરાશાઇ થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદ શરૂ થતા જ આશાપુરી મંદિર, જાગૃતિ નગર પાસે પાણીનો ભરાવો થયો હતો.

Related News

Icon