સુરતના પાસોદરામાં દાદાને મળવા ગયેલા પૌત્ર અને પિતાને સોસાયટીની મહિલા સહિત સાતના ટોળાએ બેટ, પથ્થર અને બેલ્ટથી હુમલો કર્યો હતો. પિતા-પુત્રને માર મારી કારની તોડફોડ કરી ખુડદો બોલાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ પોલીસ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સીમાડાગામ ક્રિષ્ણા કોમ્યુમાં રહેતા હિરેન સોલંકી પિતા અને પરિવાર સાથે પાસોદારા ઓમ ટાઉનશિપ-૦૪માં રહેતા દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા. બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરવાને લઈ રાત્રે સાડા દસ વાગ્યે સોસાયટીમાં રહેતી જાગૃતિબેને ઝઘડો કર્યો હતો. આ મહિલા સાથે બીજા છ શખ્સો જોડાયા હતા.રહીશોએ ઉતારેલાં વીડિયોને આધારે લસકાણા પોલીસે મહિલા સહિત સાતના ટોળા વિરુદ્ધ મારમારી અને હંગામાની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.