Home / Gujarat / Surat : roads blocked due to falling trees at 6 places

Surat News: માવઠાંએ મોકાણ સર્જી, 6 જગ્યાએ ઝાડ પડવાના બનાવથી રસ્તા થયા બ્લોક

Surat News: માવઠાંએ મોકાણ સર્જી, 6 જગ્યાએ ઝાડ પડવાના બનાવથી રસ્તા થયા બ્લોક

સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ૬ જેટલી જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને  મળ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થવા  પામી ના હતી, કોલ મળતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને ઝાડ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફાયરબ્રિગેડ દોડતું રહ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે સુરત શહેરમાં સવારના ૬ વાગ્યા થી બપોરના  ૧ વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં ૬ ઝાડ પડવાના કોલ ફાયર વીભાગને મળ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી, કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જઈને ઝાડ  દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘર પર ઝાડ પડ્યું 

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુમુલ ડેરી રોડ પર ઝાડ પડ્યું હતું, અમરોલી તાડવાડી છાપરાભાઠા પાસે ઘર પર ઝાડ પડ્યું હતું, અમરોલી આવાસમાં દુકાન પર ઝાડ પડ્યું હતું, કતારગામ માધવાનંદ આશ્રમ પાસે, વરાછા પોલીસ સ્ટેશન પાસે અને અડાજણ સુરભી ડેરી પાસે ઝાડ પડ્યું હતું.

TOPICS: surat tree collapse
Related News

Icon