Home / Gujarat / Surat : steal Rs 15 lakh by breaking into ATM in 15 minutes

સુરતમાં તસ્કરોનો તરખાટ, 15 મિનિટમાં ATMને તોડીને 15 લાખની કરી ચોરી

સુરતમાં તસ્કરોનો તરખાટ, 15 મિનિટમાં ATMને તોડીને 15 લાખની કરી ચોરી

સુરતમાં તસ્કરો ફરી તરખાટ મચાવી રહ્યાં છે. જ્હાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈના એટીએમને નિશાને લઈને માત્ર 15 મિનિટમાં જ 15 લાખ રૂપિયાની ચોરી કરી હતી. બેંકના એટીએમ મશીનને તસ્કરોએ કટર વડે તોડી રોકડ રકમની ચોરી કરી હતા. પાંચ જેટલા ઈસમો મોઢા પર માસ્ક બાંધીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાંચ લોકો બોલેરો કારમાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તસ્કરોએ વાપરી ચતુરાઈ

તસ્કરોએ ચતુરાઈ વાપરતાં પહેલાં એક તસ્કર એટીએમમાં ગયો હતો. જેણે સીસીટીવી કેમેરામાં કેદ ન થઈ જાય આ માટે ચતુરાઈ દાખવી પહેલા સીસીટીવી પર બ્લેક સ્પ્રે છાંટીને કૃત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એટીએમની બહાર ચાર જેટલા તસ્કરો તેની રાહ જોઈ રહ્યા હતા. ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરો ત્યાં પહોંચ્યા ત્યારે પેટ્રોલિંગ માટે પીસીઆર વેન પસાર થઈ હતી. તસ્કરોએ સાવચેતીરૂપે થોડીવાર રાહ જોઈ, અને પીસીઆર વેન ત્યાંથી જતાં જ પોતાનું પ્લાનિંગ અમલમાં મૂક્યું.એક જણ એટીએમમાં ઘૂસ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તસ્કરો બોલેરો કારમાં આવ્યા હતા. એક શખ્સ કારમાંથી ઉતરીને એટીએમમાં ઘૂસ્યો અને કટર વડે એટીએમ તોડીને રોકડ રકમ ચોરી હતી.

માસ્ક પહેરીને આવ્યા

આ સમગ્ર ઘટનાને લઈ ક્રાઈમ બ્રાંચ અને જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એટીએમ ચલાવતી કેશ ડિપોઝિટ એજન્સીને પણ બોલાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. નકાબ પહેરીને તસ્કરો આવ્યા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે ઘટનાને લઈને કહ્યું કે, તસ્કરો બોલેરો કારમાં આવીને એટીએમ તોડી ગયા છે. 15 મિનિટમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટનાની સમીક્ષા કરી રહી છે.

Related News

Icon