Home / Gujarat / Surat : Strict action against HVK Diamond after gem artisans' strike

Surat News: રત્ન કલાકારોની હડતાળ બાદ HVK ડાયમંડ સામે કડક પગલાં, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે ફટકારી નોટિસ

Surat News: રત્ન કલાકારોની હડતાળ બાદ HVK ડાયમંડ સામે કડક પગલાં, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે ફટકારી નોટિસ

સુરતના ડાયમંડ ઉદ્યોગની HVK ડાયમંડ કંપની સામે હવે કાયદેસરની કાર્યવાહીની ઘંટીઓ વાગી રહી છે. કંપનીમાં કાર્યરત રત્નકલાકારોની હડતાળ બાદ મળેલી ફરિયાદોના આધારે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ પર તપાસ કરી અને કેટલીક ગંભીર ખામીઓના આધારે કંપનીને તાત્કાલિક નોટિસ ફટકારી છે. તાજેતરમાં HVK ડાયમંડના અનેક કર્મચારીઓએ ભાવ વધારાની માંગ સાથે હડતાળનું આહવાન કર્યું હતું. હડતાળ દરમ્યાન "ડાયમંડ વર્કર યુનિયન" દ્વારા ફેક્ટરીમાં કાર્યદશાની નબળી સ્થિતિ, કામદારોના હક્કો અને જીવનસાધન સુવિધાઓના અભાવ અંગે શક્ય તેટલી સરકારી એજન્સીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અલગ અલગ મુદ્દે નોટિસ

ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આરોપોની તપાસ માટે કંપનીની જગ્યાએ અચાનક નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન નોંધાયું કે: રત્નકલાકારોને કાયદેસર હક્ક રજા મળતી નથી. આરામ માટે કોઇ વિશિષ્ટ આરામગૃહ ઉપલબ્ધ નથી. ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા જોવા મળતી નથી. કામદારો માટે યોગ્ય ભોજન ખંડની સુવિધા ન હોવાથી તેઓએ મુશ્કેલીભર્યા પરિસ્થિતિઓમાં કામ કરવું પડે છે. તાત્કાલિક સારવાર માટે પ્રથમોપચાર કેન્દ્ર પણ મોજૂદ નથી. આ તમામ મુદ્દાઓ એક ફેક્ટરીના ફેક્ટરી અધિનિયમ મુજબ ફરજિયાત હોય છે. તેથી, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને તાત્કાલિક આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો નિર્ધારિત ગાળામાં આ ખામીઓ દૂર નહીં થાય, તો કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રત્નકલાકારોને ન્યાય મળે તેવી માગ

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમે સમયસર અધિકારીઓને તમામ ફરિયાદો અને પુરાવાઓ આપ્યા હતા. આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે અમારા પ્રશ્નો અંગે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી છે, જે કામદારો માટે ન્યાયની આશા જગાવે છે. અમે માંગીએ છીએ કે તમામ રત્નકલાકારોને યોગ્ય અને અધિકાર મળે.”

Related News

Icon