
Surat news: સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગૅસ રીફીલિંગ કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉન ભાડે રાખી આરોપીઓ સિલિન્ડરમાંથી ગૅસ કાઢી વેપલો ચલાવતા હતા. પોલીસે રાજ્યનું સૌથી મોટુ ગૅસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગોડાઉનમાં ઈન્ડેન ગૅસની બોટલમાંથી અન્ય બોટલમાં રીફીલિંગ કરવામાં આવતુ હતુ. કૌભાંડીઓ ગૅસ સિલિન્ડરમાંથી બેથી ત્રણ કિલો ગૅસ કાઢી લેતા હતાં. જેથી પોલીસે ચંદન ગૅસ સર્વિસ નામની એજન્સીમાંથી આ કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે. આ ઉપરાંચ ઓલપાડ પોલીસે 917 ગૅસની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગૅસની બોટલોનું રીફીલિંગ કરતુ ગોડાઉન ઝડપાયું છે. ચંદન ગૅસ સર્વિસ નામની એજન્સી દ્વારા ઈન્ડેન ગૅસની બોટલમાંથી અન્ય બોટલમાં ગૅસનું રીફીલિંગ કરવામાં આવતુ હતું. પોલીસની તપાસમાં 917 જેટલી ગૅસની બોટલો ઝડપાઈ છે. આ ઉપરાંત ગૅસની બોટલ ભરેલા આઠ ટેમ્પા પણ મળી આવ્યાં છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતાં. જ્યારે એક શખ્સ ઝડપાયો હતો. અગાઉ ઓલપાડના માસમા જીઆઈડીસી વિસ્તારમાં જ એક હજાર ગૅસની બોટલ રીફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઓલપાડ પોલીસે સમગ્ર ગૅસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડીઓ ઈન્ડેન ગૅસની 30 કિલોની બોટલમાંથી બેથી ત્રણ કિલો ગૅસ કાઢી લેતા હતા. પોલીસે એક શખ્સને પકડીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા
ચક્રો ગતિમાન કર્યાં છે.