
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાને મામલે 4 દિવસ બાદ આખરે વેપારીઓને અંદર જવા દેવા માટે પરમિશન આપવામાં આવી છે. જેમાં 5 ફાયરના અધિકારીઓ 5 પોલીસ જવાનો વેપારી સાથે હાજર રહેશે. હાલમાં પાંચ પાંચ વેપારીઓને અંદર જવા માટે પરમિશન આપવામાં આવી છે. આખરમાં વેપારીઓની માગ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી અને વેપારીઓને પોતાની દુકાન જોવા તથા દુકાનમાં રહેલ સામાન લેવા માટે કહેવામાં આવ્યું. પરંતુ દુકાનમાંથી માત્ર લેપટોપ, પૈસા જેવી અગત્યની વસ્તુઓ જ વેપારીઓ લેવાની રહેશે.
સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે ફરી આગ ફાટી નીકળતા ભીષણ સ્વરૃપ ધારણ કર્યુ હતુ. જોકે ફાયરજવાનો સતત ૪૮ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. બાદમાં ફાયરે માર્કેટનો કબ્જો પોલીસને સોપી દીધો હોવાનું જાણવા મળે છે.
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ગત ૨૫ જાન્યુઆરીએ બપોરે આગ ભડકી ઉઠી હતી. ત્યારબાદ બુધવારે સવારે સવા આઠ વાગ્યના આસપાસમાં ફરી માર્કેટમાં દુકાકનમાં આગ ભભૂકી ઊઠતા વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આવા સંજોગોમાં પાલિકના ૨૨ ફાયર સ્ટેશની ૩૫ ગાડી સહિત ફાયરની ગાડી સાથે ૧૫૦ વધુ ફાયર લાશ્કરો તથા ૨૫ જેટલા ફાયર ઓફિસર આગ બુઝાવવા માટે કેટલાક જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને જીવના જોખમે કામગીરી કરી હતી. જેથી અંદાજીત ૩૮ કલાકે આગ પર કાબુ મેળ્યો હોતો.
બાદમાં સતત ૧૦ કલાકથી વધુ સમય કુલીંગ કામગીરી કરી લાશ્કરો કરી હતી. જેથી ૪૮ કલાકથી વધુ સમયમાં આગ સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે માર્કેટમાં પાંચ માળમાં ૮૪૩ જેટલી દુકાકનો પૈકી ૫૦૦થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જોકે ચોથા અને પાંચમાં માળ સહિતના કેટલાક માળ ઉપર આગની ગરમીના લીધે સ્લેબના પોપડા પડયા હતા. જોકે હાલમાં ત્યાં ફાયરની ૬ ગાડી અને એક ટી.ટી.એલ તથા ૫ ઓફિસર સાથે ૩૨ ફાયરજવાનો આવતી કાલે શનિવારે શનિવાર સુધી સ્ટેન્ડબાય રહશે. જયારે ફાયરને માર્કેટનો કબ્જો પોલીસ અધિકારીને સોપ્યો હોવાનું ઓફિસર ઇશ્વરભાઇ પટલે જણાવ્યું હતું.