Home / Gujarat / Surat : Truck running erratically near Kamrej, one Death

Surat News: કામરેજ નજીક ત્રિપલ અકસ્માત; પોલીસની PCR વાનને ટ્રકે અડફેટે લેતા એકનું મોત, 2 પોલીસ કર્મી ઘાયલ

Surat News: કામરેજ નજીક ત્રિપલ અકસ્માત; પોલીસની PCR વાનને ટ્રકે અડફેટે લેતા એકનું મોત, 2 પોલીસ કર્મી ઘાયલ

સુરતના કામરેજ નજીક નવા ગામે એક અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોવાથી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિકને હળવો કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બે પોલીસકર્મી સહિત ચાર લોકોને અડફેટે લેતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્લીનર ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

એકનું મોત

દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેકાબૂ બનેલા ટ્રક નંબર RJ 14 gn 5069એ પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ત્રણ વાહનો વચ્ચે થયું છે, જેમાં પીકઅપ બોલેરો નંબર - GJ 19 X 2659, અકસ્માતગ્રસ્ત પોલીસ બોલરો નંબર - GJ 18 GB 6949 અને અકસ્માતગ્રસ્ત ક્રેન નંબર - GJ19 AM 01973 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Related News

Icon