
સતત વરસાદના કારણે નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં ઉમરપાડા તાલુકાના વહાર ગામ નજીકના કોઝવે ઉપર પાણી ફરી વળતાં ઉમરપાડા તાલુકાના મામલતદાર તથા તલાટી કમ મંત્રી સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે GRD જવાનો પણ તાત્કાલિક હાજર રહી સ્થાનિક લોકસભ્ય અને વાહનચાલકોને સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
લોકોને સતર્ક રહેવા અપીલ
કોઝવે ઉપરથી પાણી પસાર થવાને કારણે લોકો અવર-જવર ન કરે તે માટે સૂચના આપી હતી. મામલતદારે ગામના ઉંચાણવાળા વિસ્તારોમાં જાળવણી રાખવા માટે નીચાણવાળા વિસ્તારો ન લોકો સતર્ક રહેવા જણાવ્યું હતું.
લોકોને સહકાર આપવા અપીલ
રાજ્ય સરકારે વરસાદી સિઝનમાં આવાં સ્થાનો પર દર વર્ષે સતર્કતા રાખવા સૂચન આપ્યું છે. ઉમરપાડા તાલુકા પ્રશાસન તરફથી સંભવિત પૂર પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય લેવાયો હતો અને સ્થાનિક તંત્રના સહકારથી આગોતરા કાર્યવાહી કરવામાં આવી હતી.