
હાલ ઉનાળાની મોસમ પૂર્ણ થઈ રહી છે અને ચોમાસું નજીક આવી ગયું છે. ત્યારે ઈલેક્ટ્રિકસિટીને લગતા કામ કાજ કરનારાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે વ્યારાના ચીખલી રોડ પર વાયરમેન 66 કેવી લાઈનના સંપર્કમાં આવતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે.
વાયરમેન દાઝ્યો
સ્ટ્રીટ લાઇટ ફીટ કરવા મકાન પર ચઢેલો વાયરમેન દાઝ્યો હતો. વ્યારાના ચીખલી રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પાર્કમાં દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી મકાન પર ચેઢેલો વાયરમેન ૬૬ કેવી લાઈન ની સંપર્કમાં આવતા ધડાકો થયો હતો. વ્યારાના ગોલવાડ વિસ્તારમાં રહેતો પિનાક ટેલર નામનો વાયરમેન ગંભીર રીતે દાઝ્યો હતો. અન્ય એક ઈસમને પણ ઈજા થઈ હતી.
ઈલેક્ટ્રિક શોક વધારે લાગ્યો
પિનાક ટેલરને વ્યારા સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપી સુરત રીફર કરાયો હતો. અન્ય એક ઈસમ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તબીબોએ કહ્યું કે,હાલ તેમની હાલ સ્થિર છે. પરંતુ ઈલેક્ટ્રિક શોક વધારે હોવાથી તેમનો કમરથી ઉપરનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો છે. હાલ સારવાર ચાલી રહી છે.