
સુરેન્દ્રનગરમાંથી ફરી ગેરકાયદેસર કેમિકલનો ઝડપી પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં કાંટાવા ગામની સીમમાં એક ઓરડીમાં ગેરકાયદેસર કેમિકલના પ્રવાહીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનો ધડાકો થયો છે. પોલીસે રેડ કરીને કુલ 1800 લીટર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે.
આ સાથે ઓરડીમાં જ્યાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાં કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો પણ ન હતા અને એવી જગ્યાએ આ પ્રકારના જ્વલંતશીલ પદાર્થ રાખ્યા હોવાનું સામે આવ્યું છે. ધાંગધ્રા પોલીસ દ્વારા આ મામલે રુપિયા 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હજુ ટૂંક સમય પહેલાં જ જિલ્લામાંથી ગેરકાયદેસર કેમિકલ ઝડપાયું હતું એવામાં સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી ફરી કેમિકલ કૌભાંડ સામે આવ્યું છે. ધાંગધ્રા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.