
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સિંચાઇ માટે પાણી લીધા બાદ પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023 અને 2024માં જિલ્લાના 300થી વધુ ખેડૂતો સામે સિંચાઇ માટે કેનાલમાંથી પાણી લેતા સમયે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ વધુ ખેડૂતો પર પાસા એકટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતાઓ શેવાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સિંચાઇ માટે પાણી લીધા બાદ પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે જે ખેડૂતો પર પાણી ચોરીના ગુના દાખલ થયા હતા એવા ખેડૂતો ભયના માર્યા ઘર છોડીને જતા રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. સિંચાઇ માટે પાણી લેતા ખેડૂતો પર પાસા એકટથી કાર્યવાહી મામલે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જેલભરો આંદોલનની ચીંમકી આપી હતી.
ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. પરંતુ ખેડૂતો પોતાનો મહામુલો પાક બચાવા કેનાલમાંથી સિંચાઇ માટે પાણી લે તો એ પણ ગુનો બન્યો છે. અને આવા ખેડૂતો વિરુદ્ધ પાસા એકટ હેઠળ કાર્યવાહી થવી કેટલી યોગ્ય તે પણ એક સળગતો સવાલ છે.