સુરેન્દ્રનગરમાં માનવતાને નેવે મૂકી દીધી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ટી.બી. જેવી ગંભીર બીમારીથી પીડિત યુવાનને ખુદ માતા તરછોડીને ચાલી ગઈ હતી.
સુરેન્દ્રનગરમાં ટી.બી. જેવી ગંભીર બીમારીથી પીડિત યુવકને ખુદ માતા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તરછોડીને જતી રહી. અગાઉ પીડિતની સારવાર રાજકોરમાં સચલાઈ રહી હતી. ત્યાંથી રજા અપાતાં પીડિત ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરેથી પીડિતની મા અને દીકરાએ ઘરમાંથી કાઢી ટી.બી.જેવી ગંભીર બીમારીથી પીડિત યુવકને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તરછોડીને જતાં રહ્યા હતા. સાથે આવેલા દીકરાએ પણ પીડિત પિતા પ્રત્યે દયા ન આવી.
સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં યુવક ત્3 કલાક સુધી સારવાર વગર પડ્યો રહ્યો. હોસ્પિટલમાં આવતા ડૉક્ટરો અને સ્ટાફે પણ દર્દીની સાર સંભાળ ન લીધી. પોતાની જનેતા જ પીડિતને ઈલાજ કરાવ્યા વગર જ કમ્પાઉન્ડમાં તરછોડી જતી રહી. પીડિત દર્દીએ ઈલાજ માટે લોકોને હાથ જોડ્યા. તે છતાં સિવિલ હોસ્પિટલમાંથી પણ પીડિત દર્દી યુવકનો કોઈએ હાથ ન ઝાલ્યો. આરોગ્યની સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાઓના દાવાઓ પોકળ સાબિત થયા.