
સુરેન્દ્રનગરમાં ફરી એક બાયોડિઝલના કાળા કારોબાર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને વિપુલ માત્રામાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના ચોટીલા નજીક ખાનગી હોટલોમાંથી શંકાસ્પદ બાયોડિઝલનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ખુશ્બૂ હોટલ અને યુ.પી, બિહાર અને પંજાબી ઢાબા સહિતની હોટલોમાંથી 6 ટાંકા ભરેલું હજારો લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
શંકાસ્પદ બાયોડિઝલને મામલે ખુદ પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા. હોટલ માલિકો તાળા લગાવીને ફરાર થઈ ગયા હતા. જો કે, અધિકારીઓ દ્વારા તાળા તોડીને હોટલમાં ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વિપુલ પ્રમાણમાં બાયોડિઝલનો જથ્થો આવ્યો કયાંથી તે પણ એક સળગતો સવાલ છે. જેને પગલે પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવે છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.