
સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો શેર કરતા આરોપીઓને ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી સોશિયલ મીડિયા એપ્પ. ફેસબુકમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સ સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
વિના લાયસન્સે હથિયાર રાખી ફોટો શેર કર્યો
લાયસન્સ નહિ હોવા છતાં સિંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરનાર બંનેને ઝડપી પાડ્યા છે. આ મામલે નવાગામના વિક્રમભાઈ બાવળીયા અને રવજીભાઈ બાવળીયાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને શખ્સો વિરુદ્ધ ધજાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.