
Women's Day Special: રાજ્ય અને સમગ્ર દેશમાં મહિલાઓ આગળ વધી રહી છે. હવે રાજકારણમાં પણ મહિલાઓને સન્માન મળી રહ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ એક ગામ મહિલા સમરસ ગામ છે, જ્યાં ગ્રામ પંચાયતમાં દરેક વોર્ડમાં મહિલા જ સભ્ય છે.
મહિલાઓ ચલાવી રહી છે ચીખલવાવ ગ્રામ પંચાયત
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે દરેક વોર્ડમાં મહિલા સભ્ય છે. અહીં સરપંચ અને તલાટી સહિત સભ્ય પણ મહિલાઓ છે, જે ચીખલવાવ ગ્રામ પંચાયત ચલાવી રહી છે.
ચીખલવાવ ગ્રામ પંચાયતમાં કુલ નવ વોર્ડ છે અને અહીં ચૂંટણી થઈ નથી જેથી આ પંચાયત મહિલા સમરસ પંચાયત થઈ છે. નવ મહિલાઓ ચીખલવાવ પંચાયત ચલાવી રહી છે. મહિલા દિવસ નિમિતે આ ગામના મતદારો અને આગેવાનોની પણ સરહાના કરવી જોઈએ કારણ કે તેમણે મહિલાઓને સન્માન આપી પંચાયતનું શાસન આપ્યું છે.