
Vadodara news: વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં આજે એક ખાનગી મકાનની અંદર ટાઈલ્સ બેસાડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમ્યાન અચાનક ટાઈલ્સ 10 મહિનાની રિદિયા નિનામા નામની બાળકી પર પડતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. માતા-પિતાની સામે જ દીકરીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જે બાદ પરિવારે દીકરીના મોતને ન્યાય અપાવવાની પોલીસ સામે માંગ કરી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાના માંજલપુરમાં વૂડસ વિલા બંગલામાં ખાનગી મકાનની અંદર ટાઈલ્સ બેસાડવાની કામગીરી દરમ્યાન એક 10 મહિનાની બાળકીના માતા-પિતા ટાઈલ્સ બેસાડવાની કામગીરી કરી રહ્યા હતા આ દરમ્યાન દીકરી પર ટાઈલ્સ પડતા તેનું કમકમાટીપૂર્ણ મોત થયું હતું. માતા-પિતાની સામે પોતાની વ્હાલસોય દીકરીએ જીવ ગુમાવતા માતા-પિતાએ કરુણ આક્રંદ કરી મૂક્યું હતું. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળ પર આવીને તપાસ કરી હતી.
આ દરમ્યાન મૃતક દીકરીના માતા-પિતાએ સમગ્ર ઘટના દરમિયાન સાઈડ પર સેફ્ટીના સાધનો અભાવ અને ઘટના બાદ કોન્ટ્રાક્ટર ઉપરથી ભાગી ગયા હતા એવો આક્ષેપ પરિવારે કર્યો હતો. દીકરીની સાથે એક બાળકને પણ ઇજા તથા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ દીકરીના પરિવારની માંગણી કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ.