
Vadodara news: વડોદરા શહેરમાં વધુ એક કથિત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરા સાથે વિધર્મી યુવક દોઢ વર્ષથી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો રહ્યો હોવાનો ચોંકાવનારી ઘટના બની છે. વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા વિધર્મી યુવક સોહેલ પઠાણ સહિત ત્રણ વિધર્મી શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સોહેલ સગીરાને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરવા સતત દબાણ કરતો હોવાનો ખુલાસો સામે આવ્યો છે.
આ માટે સોહેલ સગીરાને મારઝૂડ કરતો અને સિગારેટના શરીર પર ડામ પણ આપતો હતો. જેથી પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં અન્ય બે મદદગાર વિધર્મી શખ્સોની પણ ધરપકડ કરી છે.
મળતી વિગતો અનુસાર, વડોદરાના આજવા રોડ પર રહેતા અને રિક્ષાચલાવી ગુજરાન ચલાવતા વિધર્મી શખ્સ આજથી બે વર્ષ અગાઉ કપૂરાઈ પોલીસ મથકની હદમાં રહેતી સગીરાને બનાવટી પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી સતત બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. ત્યારબાદ ધર્મ પરિવર્તન માટે સગીરાને મારઝૂડ કરતો રહેતો. આટલેથી ન અટકતા શખ્સે સગીરાને મારઝૂડની સાથે સિગારેટના ડામ આપીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આખરે સગીરાએ સતત યાતનાથી કંટાળી સગીરાએ પોલીસની મદદ લીધી હતી.
જે બાદ પોલીસે સોહેલ પઠાણ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા સાથેના દુષ્કર્મ મામલે અન્ય બે મદદગાર વિધર્મીની પણ પોલીસે ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સગીરા જ્યારે 17 વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ જો કે, અત્યારે સગીરા 19 વર્ષની થઈ હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે પોક્સો એક્ટની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.