
વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગમાં એક દિવ્યાંગ વૃદ્ધનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા MIG આવાસના ફ્લેટ્સમાં બીજા માળે એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘરમાંથી એક દિવ્યાંગ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.
આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
મૃતકની ઓળખ રવીન્દ્ર શર્મા તરીકે થઈ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. બનાવના પગલે એફએસએલને પણ બોલાવવામાં આવી હતી. એફએસએલ રિપોર્ટ બાદ કારણ ખબર પડશે. જોકે, હાલ મૃતદેહને પોસ્ટમર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.