
સંસ્કાર નગરી એવી વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું દીકરી દ્વારા સામૈયું કરાયું છે. લોકોને પ્રેરિત કરવા પ્રયાસ એમજીવીસીએલનો નવતર અભિગમ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે મહત્વની વાત એ છે કે, સ્માર્ટ મીટરના નામથી ભડકી રહ્યા છે ત્યારે આ નવતર પ્રયોગ કેટલો સફળ થશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળનાં ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને ખાસ અંદાજમાં સામૈયા સ્વરૂપે અવકારાયું છે. તંત્રનો દાવો છે કે, ગુજરાતના દરેક ગામ શહેર સ્માર્ટ બની રહ્યા છે તો સ્માર્ટ વીજ મીટર કેમ નહીં?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને અને શહેરો સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ત્યારે વીજળી માણસની પહેલી જરૂરિયાત છે. હાલ આપણે જોઈએ છીએ કે દિવસેને દિવસે સ્માર્ટ ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે. સ્માર્ટ પેટર્ન અપનાવી રહ્યા છે. સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું જરૂરી છે. તેવો તંત્રની દાવો છે. પરંતુ આમ નાગરિકો આ પ્રકારના.મીટર થી બિલ બહુજ આવતું હોવા ન પગલે વિરોધ કરી છે ત્યારે લોકોને આકર્ષવાનું આ પગલું કેટલું સફળ થશે તે મોટો સવાલ છે.