Home / Gujarat / Vadodara : Super operation of IT department in Vadodara

વડોદરામાં IT વિભાગનું સુપર ઓપરેશન, 4 બિલ્ડર ગ્રુપ પર 150 અધિકારીઓના દરોડા, મળ્યા મહત્ત્વના દસ્તાવેજો

વડોદરામાં IT વિભાગનું સુપર ઓપરેશન, 4 બિલ્ડર ગ્રુપ પર 150 અધિકારીઓના દરોડા, મળ્યા મહત્ત્વના દસ્તાવેજો

દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે જેથી બિલ્ડર ગ્રુપમાં સોંપો પડી ગયો છે.

ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની દરોડાની કામગીરી

વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી હતી . વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપ ની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના પાર્ટનરોના નિવાસ્થાન તેમજ ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે.

રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. તદુપરાંત વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગ્રુપના ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા ફાઈનાન્સરોની ઓફિસે તેમજ તેમના નિવાસ્થાને મળી 20થી વધુ જગ્યાઓ પર સામૂહિક દરોડાની કામગીરી ચાલી રહી છે.