
વડોદરામાં ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નિશાન બનાવી સોનાના દાગીના અને મોબાઈલ, રોકડની ચોરી કરનાર મહિલા સહિત બે લોકોને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડયા.
તાજેતરમાં જ એક ચોર ટોળકીએ તિરુચપલ્લી ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નિશાન બનાવી હતી. મહિલા પાસેથી સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. જેના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ અને સુરત પોલીસે ફરિયાદના આધારે સંયુક્ત તપાસ કરી હતી. જેમાં રેલવે પોલીસ દ્વારા આ બનાવમાં સંડોવાયેલ વિષ્ણુ રામાભાઈ કંકોડિયા અને બરખા ઉર્ફે વર્ષ રણજીત દંતાણીને ઝડપી પાડ્યા હતા. જેમાંની પાસેથી રેલવે પોલીસે 18,45,595 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓ અન્ય ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ પોલીસ તપાસ કરી રહી છે.