
વડોદરા શહેરમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના તરસાલીમાં આવેલા ખાનગી આઈડિયલ કલાસિસના નામે ચાલતા ટયૂશન કલાસિસમાં શિક્ષકે 11 વર્ષીય બાળકીને ખોળામાં બેસાડી અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. ઓછું હોમવર્ક આપવાના બહાને અડપલાં કર્યા હતા. શિક્ષકના આ કૃત્યને લીધે બાળકી અત્યારે ભારે આઘાતમાં છે.
વડોદરાના તરસાલીમાં આવેલા આઈડિયલ કલાસિસમાં શિક્ષકે ઓછું હોમ વર્ક આપવાના બહાને બાળકી સાથે અડપલાં કર્યા હતા. જેથી બાળકીના માતા-પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે લંપટ શિક્ષક નીતિન ચૌહાણની પૉક્સો કલમ હેઠળ સત્તાવાર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી નિતીન ચૌહાણ આત્મીય સ્કૂલમાં શિક્ષક હોવાનું સામે આવ્યું હતું. જેથી આ લંપટ નીતિન જો સ્કૂલમાં શિક્ષક હોય તો તે ખાનગીમાં ટ્યૂશન ક્લાસ કેમ ચલાવતો હતો તે પણ એક સવાલ ઊભો થાય છે. સરકારી નિયમ છૅ કે સ્કૂલ શિક્ષક ખાનગી ક્લાસના ચલાવી શકે. શું તેને સરકારી નિયમ નો ભંગ કર્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
ગત 15મી માર્ચે બાળકી સાથે ટ્યૂશનમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપી નીતિને અન્ય વિદ્યાર્થીઓને પાર્ટી આપવાનું કહી કલાસમાંથી બહાર મોકલ્યાં હતા અને બાદમાં બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જો કે બાળકીએ ઘરે આવીને સમગ્ર જાણ માતા પિતાને કરતા માતા-પિતાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી 24 વર્ષીય નીતિન ચૌહાણની પોક્સો કલમ હેઠળ ધરપકડ કરી છે.