વડોદરા મહાપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલે સ્ફોટક નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું છે કે, વડોદરા શહેરની તાસીર એવી છે કે અધિકારીઓને અહીં આવતા ગભરામણ થાય છે. 'તેરા તૂજકો અર્પણ' કાર્યક્રમ દરમિયાન યોગેશ પટેલે કહ્યું કે, વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોંળી કરવા સિંચાઈ વિભાગને રજૂઆત કરી પરંતુ સિંચાઈ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, તમારી વિશ્વામિત્રી નદીની કામગીરી તમે કરો. અમારે વડોદરામાં કામ નથી કરવું.

